/

જો તમે ઘરની બહાર નીકળશો તો સમાજના દુશ્મન બની જશો પોલીસ આવા ફોટા વાયરલ કરશે

હાલમાં કોરોના વાયરસ સમગ્ર દુનિયા અને દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સરકારે રોગનો ચેપ ન લાગે તેના માટે રાજ્યમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે છતાં કેટલાક લોકો કર્ફ્યુની હાલની પરિસ્થિતિ જોવા બજાર માં નીકળી પડતા હવે સુરત પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી છે અને સમાજ ના દુશમન હોવા ના પોસ્ટ સાથે ફોટા વાયરલ કર્યા છે જો તમે પણ સમાજ ના દુસ્મન હોઈ અને બહાર નીકળશો તો પોલીસ તમારી પણ આવી  જ હાલત કરશે અને તમારા ફોટા પણ સોસીયલ મીડિયા માં વાયરલ કરી તમને પણ સમાજ ના દુશમન ગણાવશે. તેથી જ્યાં સુધી લોકડાઉન અને 144 ની કલમ છે

ત્યાં સુધી કામ વગર ઘરની બહાર નહિ નીકળવા અને સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાની તમામે ખાસ જરૂર છે આજે કેટલાક લોકો કોઈ કારણ વગર ઘરની બહાર લટાર મારવા નીકળી પડ્યા અને પોલીસે તેમની પાસે આવી રીતે માફી મંગાવી હતી કોરોના ચેપ વધુ ના ફેલાય અને લોકોમાં વધુ જગૃતિ આવે તેના માટે સરકાર હવે પોલીસ કેસ કરી ને નહિ પરંતુ આવી રીતે સજા આપી ને લોકો ને નીચું જોવડાવે છે તે એક શરમજનક બાબત કહી શકાય કોઈ ની દેખા દેખી કે કામ વગર બહાર જવું ભારે ના પડે તેના માટે લોકોએ પણ વિચારવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.