ગઈકાલે સુપ્રીમ કોર્ટે વીમા પોલીસીને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, વીમો લેનાર વ્યક્તિની એ જવાબદારી છે કે, પોલીસી લેતી વખતે પોતાની બીમારીઓ અને તેના સારવારની જાણકારી આપે, જો આમ ન કરવાથી કલમ (વીમા વળતરનો દાવો)થી વંચિત કરવામાં આવી શકે છે.
આ અંગેની મળતી વિગત એવી છે કે, સુપ્રીમ કોર્ટમાં આવેલા એક કેસમાં વીમો લેનાર વ્યક્તિએ જુની બીમારીની વિગતવાળી કોલમ ભરી નહોતી. ત્યારબાદ એક મહિના બાદ જ વીમો લેનાર વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જેમાં મૃતકની માતાએ વીમાની રકમ માટે દાવો કર્યો હતો પણ વીમા કંપનીએ એમ કહીને કલેઈમ ઠુકરાવી દીધો હતો કે, તપાસમાં ખબર પડી છે કે જે બીમારીઓથી પુત્રનું મૃત્યુ થયું હતું તે પહેલાથી જ તેને મળી હતી.
ત્યારબાદ આ મામલે માતાએ જિલ્લા ગ્રાહક અદાલતમાં ઘા નાખી હતી. જેમાં અદાલતે કલમની રૂા.1 કરોડની રકમ આપવાનો આદેશ કર્યો હતો. જ્યારે આ કેસમાં વીમા કંપનીની અપીલ રાષ્ટ્રીય ગ્રાહક પંચે ફગાવી દીધી. આ નિર્ણયને વીમા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રાહક પંચના ફેસલાને ફગાવી વીમા કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે મહિલાની વય જોઈને વીમા કંપનીએ મહિલાને વીમાની રકમ પરત ન લેવાનું કહ્યું છે.