////

આ બોર્ડર પાર કરી 31 ડિસેમ્બરની ઉજવણી કરવા જવી હોય તો ચેતી જજો, કારણ કે…

31મી ડિસેમ્બરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હોય છે. તો કેટલાક લોકો તો અત્યારથી જ ક્યાં સ્થળે ફરવા જવું એ વિશે વિચારી પણ લીધું હશે. ત્યારે કોરોના વાઈરસને પગલે સરકાર દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ 31મી ડિસેમ્બરને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે મોટા ભાગના લોકો નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતની સરહદ તરફ જતા જોવા મળે છે. ત્યારે આ વખતે મહામારીમાં સરકારે તકેદારીના પગલાના ભાગ રૂપે સાવચેતી શરૂ કરી દીધી છે.

આગામી 31 ડીસેમ્બરની ઉજવણીમાં દારુની હેરાફેરી રોકવા પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે. ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા આજથી સમગ્ર જીલ્લાના રાજસ્થાન સરહદોને જોડાતા રતનપુર ,મેઘરજની ઉન્ડવા બોર્ડર સહિતના રસ્તાઓ પર સઘન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત શામળાજી પોલીસ દ્વારા પણ રાજસ્થાન સરહદને જોડતી મુખ્ય રતનપુર ચેકપોસ્ટ, બોબીમાંતા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા 1જાન્યુઆરી સુધી રાઉન્ડ ધી ક્લોક રતનપુર બોર્ડર પર રાજસ્થાન બાજુથી આવતા નાના મોટા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવનાર છે.

તો બીજી બાજુ રાજસ્થાનમાંથી નશો કરી આવતા લોકો પર પણ ચાપતી નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને લઇ અરવલ્લી જીલ્લા પોલીસ સતર્ક બની છે.

Leave a Reply

Your email address will not be published.