/////

દેશમાં 1લી ઓગસ્ટ સુધી 10 લાખથી વધુ કોવિડ મોત થવાનું IHME નું અનુમાન

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણના આંકડાની સાથે સાથે મોતની સંખ્યમાં પણ વધારો થઈ રહ્યો છે. એક અમેરિકા સ્થિત ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાનું અનુમાન છે કે, જો કડક પગલા ભરવામાં ના આવ્યા તો 1 ઓગસ્ટ સુધી ભારતમાં 10 લાખથી વધુ કોરોનાથી મોત થઇ શકે છે. આ પહેલા સંસ્થાએ આ તારીખ સુધી 960,000 મોતનું અનુમાન લગાવ્યુ હતું.

ઇન્સ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂએશનએ પોલિસી બ્રીફિંગમાં કહ્યું કે, હેલ્થ સિસ્ટમ મજબૂત કરવા માટે કડક પગલા ભર્યા વગર સોશિયલ ડિસ્ટસિંગનું પાલન અને ફેસ માસ્કના પ્રભાવી ઉપયોગ વગર ભારતની સ્થિતિ ઘણી ખરાબ દેખાય છે. IHME સીએટલ સ્થિત યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની સ્વતંત્ર રિસર્ચ વિંગ છે.

સાથે જ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું કે, IHMEનું અનુમાન છે કે 1 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં 1,019,000 કોવિડ મોત થઇ શકે છે. સૌથી ખરાબ સ્થિતિમાં મોતની સંખ્યા 12 લાખ સુધી થઇ શકે છે. અનુમાન 25થી 30 એપ્રિલ વચ્ચેના ડેટા પર આધારિત છે.

જો યૂનિવર્સલ માસ્ક કવરેજ સુધી આગામી અઠવાડિયામાં મેળવી લેવામાં આવે તો આપણા મોડલના હિસાબથી 1 ઓગસ્ટ સુધી અનુમાનિત મોતમાં 73,000નો ઘટાડો આવી જશે. IHMEએ કહ્યુ કે, તેનું અનુમાન આ વાત પર આધારિત છે કે શું થવાની સૌથી વધુ સંભાવના છે. IHMEએ કહ્યું કે, જો વેક્સિનની ઝડપ વધારવામાં આવે અને સરકાર કોઇ રીતે સોશિયલ ડિસ્ટસિંગના નિયમને લાગુ કરે છે, તેની પર મોડલ આધારિત છે.

IHMEનું અનુમાન છે કે, રોજ થઇ રહેલી કોવિડ મોતની પીક 20 મેએ થશે, જ્યારે એક દિવસમાં 12,000 મોત થઇ શકે છે. સંસ્થાએ પ્રથમ આ પીક માટે 16 મેની તારીખનું અનુમાન લગાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.