/

LRD વિવાદિત પરિપત્ર તાત્કાલિક રદ્દ કરો : હીરા સોલંકી

પૂર્વ સંસદીય સચિવે પોતાના મત વિસ્તારના ઓબીસી સમાજના લોકોને થતા અન્યાયની સામે સરકારને પત્ર લખ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની અને રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવે હીરા સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ઘટતું કરવા જણાવ્યું હતુ. તાજેતરમાં ગુજરાતમાં ઠેરઠેર આંદોલનો અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે સરકારના કેટલાક ધારાસભ્યો પણ સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભાજપના જ આગેવાન અને અમરેલીના રાજુલાના પૂર્વ સંસદીય સચિવે 7 ફેબ્રુઆરીએ એક પત્ર લખી ઓ.બી.સી.સમાજને થતા અન્યાય અંગે લેખિત આ રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે એસ.સી.એસ.ટી અને ઓબીસી ની મહિલાઓને સરકારી નોકરીની ભરતી માં અન્યાય થયો હોઈ તેવું જાણ માં આવેલ છે તેથી સરકારનો પરિપત્ર છે તેમાં તાત્કાલિક ધોરણે ફેરફાર કરી ન્યાય આપવાની માંગ કરી છે.

વધુ માં કહ્યું કે અમારો મત વિસ્તાર છે અને અમો ને પણ નુકશાન થાય તેવું છે તેથી 1/8/2018 નો પરિપત્ર ધ્યાને લઇ ઘટતું કરવાની માંગ કરી છે જોકે થોડા દિવસો માં ઘણા ધારાસભ્યો સરકાર ના વહીવટથી નારાજ છે અને રિસાઈ પણ ગયા છે ત્યારે વધુ એક ભાજપના આગેવાને સરકારને લેખિતમાં રજૂઆત કરતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જોવાનું એ છે કે સરકાર પૂર્વ સંસદીય સચિવની વાત ધ્યાને લેશે કે પછી તેમને પણ માનવવા ચક્રોગતિમાન કરશે એ સમયે જ નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published.