///

સમાચારવાલાના અહેવાલની અસર : ઘોરનીંદ્વામાંથી તંત્ર જાગ્યું

તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પંકજરોયને અતિ બિસ્માર રોડ રિપેર કરાવવા માટે સીએમને પત્ર લીધો હતો. જેની સમાચારવાલાએ પ્રજાનો અવાજ બનીને નોંધ લીધી હતી. ત્યારબાદ તંત્ર રાતોરાત હરકતમાં આવી ગયુ હતું અને તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કર્યુ હતુંં. લોકોએ પ્રજાનો અવાજ બનનાર સમાચારવાલાનો પણ આભાર માન્યો હતો.

ભગવાનભાઇ બારડે પત્ર લખી જણાવ્યુ હતુ કે, સાેમનાથ કોડીનાર નેશનલ હાઇવે જે ઉબરીથી માેરડિયા અંદાજીત 12 કિ.મીનાે છે. જે અતિ બિસ્માર હાલતમાં  છે. જેનાં કારણે આજુબાજુના ગામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શાળામાં અભ્યાસ કરવા જતા વિધાર્થીઓ પણ હાલાકી ભોગવવી પડે છે. આજુબાજુના ગામોના સરપંચ તથા અન્ય લોકોએ  નેશનલ ઓથોરિટીને  ટેલિફાેન તથા પત્રો લખી વારંવાર રજુઆત કરી હતી. 

જેથી ગામજનો સાથે મળીને રસ્તો રિંપેર નહીં થાય તો અમારા મત વિસ્તાર ના મતદારો અને વાહન ચાલકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન  કરવા અંગે જણાવ્યું હતું. અંગેની વિગત અનુસાર સાેમનાથથી કાેડીનાર હાઇવે-6 નુ સમારકામ છેલ્લા 4 વર્ષથી ચાલુ છે. પરંતુ નેશનલ ઓથોરિટી દ્વારા આ કામનો નિવેડો આવેલ નથી. ડિસેમ્બર 2018ની 29 તારીખે કામ પૂર્ણ કરવાનો સરકાર સાથે ઇન્દોરની કંપની સાથે કરાર થયો હતો.પરંતુ 4 વર્ષમાં આ રસ્તા માં માં 2 ટકાથી વધારે કામ થયું નથી. અને આ રસ્તા નું કામ ચાલુ હોવાથી હયાત રોડ પણ અતિ બિસ્માર હાલતમાં છે. જેથી તાલલાના મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડે  નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને  રોડના સમારકામ અંગે પત્ર લખી જણાવ્યુ હતું.

ભગવાન બારડના પત્રની સમાચારવાલાએ ગંભીર નોંધ લીધી હતી. જેનાં અહેવાલ સમાચારવાલાએ લખ્યા હતા. જેની અસર થતાં બિસ્માર હાલતમાં પડેલો રોડ તાત્કાલિક રિપેર થઇ ગયો હતો. જેથી ગ્રામજનો અને આગેવાનો તેમજ નેતાઓએ samacharwala.com નો આભાર માન્યો હતો. રોડ રિપેર થતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

1 Comment

Leave a Reply

Your email address will not be published.