/

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીનો વિવાદ

રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને અપાતા પ્રવેશમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ત્રણથી પાંચ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમે તેઓ સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ. આ કમિટીમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અધ્યક્ષ હશે, શિક્ષણના ક્ષેત્રમાં વિદ્વતા હોય તેવા લોકો તેમજ સરકારી અધિકારીઓ આ સમિતિનો ભાગ રહેશે. ખાનગી શાળાઓ ઓછી બેઠક બતાવીને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ગોલમાલ કરતી હોવાનો સુપ્રીમ કોર્ટમાં લગાવાયો હતો આરોપ. ગરીબ બાળકોના પ્રવેશ મુદ્દાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે કર્યા આ નિર્દેશ. સમિતિની રચના બાદ ત્રણ મહિનામાં સમિતિએ આપવાનો રહેશે અહેવાલ.

Leave a Reply

Your email address will not be published.