//

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરાઈ અગત્યની જાહેરાત, મૃતકના પરિવારજનોને 25 લાખ અપાશે

કોરોનાના પગલે કરવામાં આવેલ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની જનતા માટે મહત્વની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ત્રણ મહત્વની જાહેરાત કરાઈ છે.. તો મુખ્યમંત્રીની જાહેરાત મુજબ જો કોરોનાના સંદર્ભમાં ફરજ પર તૈનાત રહેલા કોઈ પણ વ્યક્તિનું મૃત્યું થશે તો રાજ્ય સરકાર દ્વ્રારા તેના પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. દિન-પ્રતિદિન ગુજરાતમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં 100 બેડની કોરોના હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.. 100 બેડની કોરોના હોસ્પિટલમાં 10 આઈસીયું સજ્જ હશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા માત્ર 6 દિવસમાં ચાર મહાનગરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે મુખ્યમંત્રી રૂપાણીની ત્રીજી જાહેરતા અનુસાર દરેક ધારાસાભ્ય પોતાની 25 લાખની ગ્રાન્ટ કોરોના સામે લડવા ગુજરાત હેલ્થ સોસાયટીમાં જમા કરાવશે. મુખ્યમંત્રી રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કર્મચારીઓના કામગીરીને બિરદાવી હતી. તો ભાજપના દરેક ધારાસભ્યોએ વ્યક્તિગત 1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.. ગ્રાન્ટનો ઉપયોગ જરૂર પ્રમાણે હોસ્પિટલો, મરિજોની સારવાર, વેન્ટિલેટર અને દવાઓ જેવા વ્યાપક ખર્ચા માટે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.