આગામી દિવસો માં શિક્ષણ વિભાગ દ્રારા વેકેશન દરમિયાન પણ શિક્ષણ સ્તર શરૂ રાખવા નો નિર્ણય કર્યો છે જેમાં બાળકો ને વાઢુ અને સારો અભ્યાસ મળી રહે તે દિશા માં સરકાર દ્રારા નિર્ણય લેવા માં આવ્યો છે આગામી માર્ચ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વિધાર્થીઓ માટે સારા સમાચાર કહી શકાય.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે.

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.