ડુંગળીના વધતા જતા ભાવ પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જેમા જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે મોટા નિર્ણય લીધા છે. જેના કારણે તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની શક્યતા રહેલી છે.
સરકારે ડુંગળીનો સ્ટોક લિમિટને પણ નક્કી કરી છે. જેના હેઠળ જથ્થાબંધ અને રિટેલ વેપારીઓ માટે અલગ-અલગ સ્ટોક લિમિટ નક્કી કરાયા છે. સરકારે રિટેલ વિક્રેતાઓ માટે ડુંગળીની સ્ટોક લિમિટને 25 મેટ્રીક ટન અથવા રિટેલ વેપારીઓ માટે 2 મેટ્રિક ટન નક્કી કરી છે. આ સ્ટોક લિમિટ શુક્રવાર 23 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2020 સુધી લાગૂ રહેશે.
તો બીજી તરફ સરકારે લાલ ડુંગળીની આયાત માટે પણ આયાત નિર્ણય જાહેર કર્યા છે. આદેશ મળ્યા બાદ જલદી જ તેના માટે ટેન્ડર જાહેર કરશે. સરકારનું કહેવું છે કે 15 ટન ડુંગળીના નિર્યાત હોવાના કારણે દેશભરમાં ડુંગળીની અછત ઓછી થઇ ગઇ છે.