///

SC/STને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચૂકાદો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ ઘરની અંદર ચાર દિવાલમાં કોઈ સાક્ષીની ગેરહાજરીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ગુનો નથી. આ સાથે એક વ્યક્તિની વિરુદ્ધના એસસી-એસટી કાયદા હેઠળના ગુનાને રદ્દ કરી નાખ્યો છે. જેમાં શખ્સે ઘરની અંદર એક મહિલાને લઈને કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ અંગે કોર્ટે કહ્યું કે, આ કોઈ વ્યક્તિનું અપમાન કે ધમકી SC/ST Act હેઠળ ગુનો નથી. આ પ્રકારનું અપમાન અથવા ધમકી પીડિતના અનુસુચિત જાતિ અથવા જનજાતિ સંબંધિત હોવાનું કારણ નથી. SC/ST Act હેઠળ ગુનો ત્યારે બને છે જ્યારે સમાજના નબળા વર્ગના સભ્યોને કોઈ સ્થાન પર લોકોની સામે અભદ્રતા, અપમાન અને ઉત્પીડનનો સામનો કરવો પડે.

તો જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે, તથ્યોને ધ્યાનમાં રાખી અમે જોયું તે અનુસૂચિત જનજાતિ કાયદો, 1989ની કલમ ધારા 3 (1 (આર) હેઠળ અપીલ કર્તાની વિરુદ્ધ આરોપો નથી બનતા. એટલા માટે આ અરજીને રદ્દ કરવામાં આવે છે.

આ ઉપરાંત બેન્ચે પોતાના 2008ના એક નિર્ણયને ટાંકતા કહ્યું કે જેમાં સમાજમાં અપમાન અને કોઈ બંધ જગ્યામાં કરવામાં આવેલી ટિપ્પણીની વચ્ચે ફર્ક ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ત્યારથી નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો ગુનો બિલ્ડિંગની બહાર જેમ કે ઘરની લોનમાં, બાલ્કનીમાં કે પછી બાઉન્ડ્રી બહાર કરવામાં આવ્યો છે અને કોઈએ જોયો કે સાંભળ્યો છે ત્યારે તેને સાર્વજનિક માની શકાય છે.

Leave a Reply

Your email address will not be published.