/

GSTને લઇ મહત્વની બેઠક જાણો કેવા લેવાય શકે છે નિર્ણયો

આગામી ૧૪માર્ચના રોજ ગુડસ એન્ડ સર્વિસ ટેકસની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં યોજાવવાની છે. જેથી જીએસટી નેટવર્ક પોર્ટલની ખામીઓ પર ચર્ચા થશે તેમજ અનેક જરૂરિયાતની વસ્તુઓની ખરીદીમાં જીએસટી ટેકસમાં ફેરફારો થવાની શકયતાઓ સેવાઇ રહી છે. જેમાં મોબાઇલ ફોન, ચંપલ અને કાપડ જેવા ઉત્યાદનો સસ્તા થવાની અપેક્ષાઓ છે. આ કાઉન્સિલરની બેઠકમાં નવા રિર્ટન ફાઇલ કરવા માટેની વ્યવસ્થાઓ અને અને ઇનવોઇસના કિયાન્વયનને ટાળવાની સંભાવના છે. આઇટી કંપની ઇનફોસિસને ૨૦૧૫માં જીએસટીએન નેટવર્કના ટેકનિકલ સંચાલન માટેનો કરાર આપવામાં આવ્યો હતો.

જીએસટીની બેઠકમાં ઇનફોસિસ સાથે સમાધાનની યોજનાની માંગણી કરવામાં આવી શકે છે. સેલ્યુલર મોબાઇલ ફોન પર ૧૨ ટકા ટયુટી લાદવામાં આવે છે. જયારે તેના કેટલાક કાચા માલ પર જીએસટી ૧૮ ટકા છે. જુતા-ચંપલનાં કિસ્સામાં કાઉન્સિલે ગયા વર્ષે જુનનાં ૧૦૦૦ રૂપિયાના ઉત્પાદનને ઘટાડયું હતું. જેથી ૫ ટકા પર આવી ગયુ હતું. દરમિયાનમાં આના કરતા વધુ કિંમતમાં જુતા અને ચંપલ પર જીએસટી ૧૮ ટકા છે. જોકે આ વિસ્તારમાં વપરાતા કાચા માલ પરનો જીએસટી દર ૫થી ૧૮ ટકા છે. અન્ય કાપડ પર જીએસટી દર ૫, ૧૨, અને ૧૮ ટકા છે. આના કારણે વેપારીઓ દ્વારા રિફંડ કલેઇમ કરવામાં અને તેને જાહેર કરવામાં મુશ્કેલી થાય છે.

Leave a Reply

Your email address will not be published.