/

BOBના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ નિયમોમાં ફરી થયો છે ફેરફાર

હવે બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં બેન્કે 1 નવેમ્બરથી લાગૂ થયેલા નવા નિયમોને પરત ખેંચી લીધા છે. જેને કારણે સરકારી બેન્કના કરોડો ગ્રાહકોને તેનો ફાયદો મળશે. બેન્કે દર મહિને ખાતામાં નિઃશુલ્ક જમા-ઉપાડ સાથે જોડાયેલા ફેરફારને પરત લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ફ્રી જમા-ઉપાડ સાથે નક્કી સંખ્યાથી વધુની લેતી-દેતી પર લાગતા ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, બેન્ક ઓફ બરોડાએ દર મહિને ફ્રી રોકડ જમા અને ઉપાડની સંખ્યા ઘટાડી દીધી હતી. બેન્કે દર મહિને પાંચ-પાંચ ફ્રી જમા અને ઉપાડ લેણદેણની સંખ્યા ઘટાડીને ત્રણ-ત્રણ કરી દીધી હતી. આ ફેરફાર 1 નવેમ્બર 2020થી લાગૂ કરવામાં આવ્યો હતો. જેને પરત લેવામાં આવ્યો છે.

આ અંગે નાણામંત્રાલયે કહ્યું કે, બેન્ક ઓફ બરોડાની સાથે અન્ય સરકારી બેન્કોએ પણ જણાવ્યું કે, તે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા નજીકના ભવિષ્યમાં ચાર્જમાં વધારો કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published.