//

ડિજિટલ પેમેન્ટ કરનારાઓ માટે મહત્વના સમાચાર

કોરોના વાઇરસના પ્રવેશવાથી દેશમાં રોકડ લેવડ દેવડનું પ્રમાણ ખુબ ઓછુ થયુ છે. વડાપ્રધાન મોદીના ડિજિટલ અભિયાનને ટેકો આપતા લોકો હવે ડિજિટલી ટ્રાન્ઝેક્શન તરફ જ આગળ વધ્યા છે. ત્યારે તેમાં પણ હવે RBI સુધારા લઇ આવી રહી છે.

RBIના એક આદેશ મુજબ દેશમાં ડિજિટલ અને સુરક્ષિત પેમેન્ટની પ્રક્રીયાને આગળ વધારવા માચે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક એવા ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવશે જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્કેન થઇ શકે. આ પ્રોસેસ લાગુ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.

RBIએ પેમેન્ટ કંપનીઓ માટે ઈન્ટરઓપરેબલ ક્વિક રિસ્પોન્ડ કોડનો ઉપયોગ જરૂરી કરવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ઈન્ટરઓપરેબલ QR કોડનો મતલબ એ છે કે, તમે કોઈપણ એપ પર આ ક્યૂઆર સ્ટીકરને સરળતાથી વાંચી શકશો. દેશમાં હાલમાં ત્રણ પ્રકારના QR કોડ છે, Bharat QR, UPI QR અને પ્રોપરાઇટરી QR. ટોચની બેંકનું કહેવું છે કે UPI QR અને Bharat ક્યૂઆર પહેલાની જેમ જ ચાલુ રહેશે.

આ વચ્ચે રિઝર્વ બેંકનું કહેવું છે કે ઈન્ટર ઓપરેબલ QR કોડ્સ વિશે જાગૃતતા ફેલવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની શરૂઆત કરવી પડશે. ઇન્ટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા રહેશે અને પેમેન્ટ સિસ્ટમ પણ પહેલાંથી સરી થશે. RBIએ આ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કર્યું છે. જેથી દેશના અલગ અલગ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ સરળતાથી ઓપરેટ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.