/

YES બેન્કના ખાતેદારો માટે મહત્વના સમાચાર

યસ બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યસ બેંકનાં ગ્રાહકો પહેલાની જેમજ યસ બેંકના એટીએમ કાર્ડથી યસ બેંકની સાથેસાથે બીજી બેંકના એટીએમમાં પણ હવે પૈસા ઉપાડી શકશે. જેમાં નોંધપાત્ર બાબત છે ગુરુવારે મોડીરાત્રે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયએ બેંકની તમામ સર્વિસ બેધ કરી દીધી હતી. જેથી યસ બેંકનાં ખાતાધારકો મુશકેલીમાં મુકાયા હતાં. હાલ ગ્રાહકોને એક મહિનાની અંદર માત્ર ૫૦૦૦૦ રૂપિયા જ ઉપાડવાની મંજુરી મળી છે. બેંકને બચાવવા માટે ગુરૂવારે ભારતીય રિઝર્વ બેંકએ યસ બેંકનાં બોર્ડને ભંગ કરતા એસબીઆઇના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને નવા એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુકત કર્યા છે. હવે યસ બેંકના ભવિષ્યની કમાન કેન્દ્વ સરકાર આરબીઆઇ અને એસબીઆઇનાં હાથમાં છે. એસબીઆઇ યસ બેંકનાં શેર ખરીદશે. એસબીઆઇ તેમાં ૪૯ ટકાની ભાગીદારીમાં હશે. જોકે હેંકની સ્થિતી સુધરાત ૨૬ ટકા કરી દેવામાં આવશે. સરકારે બેંક ખાતેદારોને આશ્વાસન આપ્યુ છે કે, ૧ મહિનામાં તમામ બાબતોનું સમાધાન આવી જશે.

Leave a Reply

Your email address will not be published.