///

ભારતથી ડરી ગયુ પાકિસ્તાન, ઇમરાન ખાને કહ્યું- હુમલો કરી શકે છે ભારત

વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભારતને બદનામ કરી રહ્યાં છે. ટ્વિટર દ્વારા ઇમરાન ખાને ટ્વિટ કરી જાહેર મંચ પર ભારત પર આરોપ લગાવ્યો છે. આ તકે ઇમરાન ખાનનું કહેવુ છે કે ભારતની મોદી સરકાર કોરોના, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર નિષ્ફળ છે અને તેને છુપાવવા માટે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વિટ કર્યા છે. તેઓએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે.

તેણે પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યું છે કે ભારતની મોદી સરકાર આર્થિક મંદી, ખેડૂતોનું વિરોધ પ્રદર્શન અને કોરોના વાયરસના મિસ મેનેજમેન્ટનો સામનો કરી રહી છે. આ બધા મોર્ચાને છુપાવવા માટે ભારત પાકિસ્તાન વિરોધી ખોટુ અભિયાન ચલાવી રહ્યું છે.

ઇમરાન ખાન પાકિસ્તાનના પહેલા એવા નેતા નથી. આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ અબુધાબીમાં દાવો કર્યો હતો કે તેમની પાસે આ વાતના પૂરાવા છે કે ભારત પાકિસ્તાન પર ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકની યોજના બનાવી રહ્યું છે. તેમણે ભારત પર સીઝફાયર ઉલ્લંઘનનો ખોટો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરતા લખ્યું છે કે વર્ષ 2020માં ભારતની સરહદ તરફથી 3000 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેના કારણે 276 લોકોના મોત થયા જેમાં 92 મહિલાઓ અને 68 બાળકો સામેલ છે.

આ સિવાય ઇમરાને આરોપ લગાવ્યો કે, ભારતે સરહદ પારથી સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓની ગાડી પર ફાયરિંગ કર્યુ છે. તેમણે કહ્યું કે, ગાડી પર સંયુક્ત રાષ્ટ્ર લખેલુ હતું અને યૂએનનો લીલો ઝંડો લાગેલો હતો ત્યારબાદ પણ ભારતીય સૈનિકોએ ગોળીઓ વરસાવી હતી. ઇમરાને કહ્યું કે, તેનાથી સ્પષ્ટ છે કે ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતું નથી અને પાકિસ્તાન ભારતના આ વલણની નિંદા કરે છે.

Leave a Reply

Your email address will not be published.