///

લોકડાઉનના પગલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લોકોને કરી અપીલ, કહ્યું ઘરમાં રહી પરિવારનું ધ્યાન રાખો

કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કેટલાક લોકો હળવાશથી લઈ રહ્યા છે ત્યારે જમાલપુર- ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વ્રારા લોકોને ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.. સાથેજ સરકારા દ્વારા નાગરિકોને જરૂર મુજબ છૂટછાટ પણ આપવામાં આવે છે.. પરંતુ કેટલાક લોકો બેજવાબદાર બની પોતી ફરજનું પાલન કરતા નથી જેથી કોઈ પણ વ્યક્તિ જરૂર સિવાય બહાર ના નીકળે અને પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિર્ણયોનું પાલન કરે તેવી ધારાસભ્ય દ્વ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે. તો તેઓ વધુમાં જણાવ્યું કે-જમાલપુર-ખાડિયાના વધુમાં વધુ લોકે જે કામ સિવાય બહાર નીકળી રહ્યા છે તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેવા લોકોને જેલ હવાલે કરતા પણ ખચકાશે નહીં. તો સોસાયટી અને અમુક વિસ્તારોમાં લોકો રમવા કે બેસવા એકઠા થતા હોય છે તે બાબતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય દ્વારા લોકોને ઘરમાં રહેવા અને પરિવારનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.