//

કોરોના લડતમાં ધારાસભ્ય કનુ પટેલે ખભા પર પંપ લઈ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી કરી

ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોરોના મહામારી જોવા મળી રહી છે. સરકારના તમામ વિભાગો દ્રારા કોરોના લડત કામગીરીમાં જોતરાઈ ગયા છે. સામાજિક સંસાથો પણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. સફાઈની કામગીરી પુરજોસ માં ચાલી રહી છે. ત્યારે સાણંદના ધારાસભ્ય પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે સેનિટાઇઝિંગ કરવામાં જોતરાઈ ગયા છે. ધારાસભ્ય ખુદ પોતાના ખભા પર પંપ લગાવી સેનિતાઈઝરનો છટકાવ કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે હવે કોરોના કહેરથી બચવા રાજકીય આગેવાનોએ લોકજાગૃતિ માટે અનોખી પહેલ કરી છે

કોરોનાને લઇ સાણંદ ધારાસભ્ય જાતે ગામડાઓ સૅનેટાઇઝ કરવા નીકળ્યા છે. ખુદ ધારાસભ્ય નીકળી પડતા સ્થાનિક લોકો પણ શરમાઈ ગયા હતા અને જાતે જ કામગીરી કરવાની ખાતરી આપવા લાગ્યા હતા.આજે કોરોના મહામારીના ભય વચ્ચે પણ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ દ્વારા સાણંદ તાલુકાના વિંછીયા ગામે જાતે ખંભે પમ્પ લયને ગામમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું. સાણંદ ધારાસભ્ય કનુભાઈ દ્વારા સાણંદ તાલુકાના વિંછીયા ગામે જાતે ખંભે પમ્પ લઇ ને ગામ માં સેનિટાઇઝ કરવામાં આવ્યું અને લોકોને જાગૃત થવા સંદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.