/

લોકડાઉનમાં PMએ શેર કર્યો યોગનો 3D વીડિયો, લોકોને ફીટ રહેવાની સલાહ આપી

દેશમાં કોરોના વાયરસની દહેશત સતત વધી રહી છે. ત્યારે 21 દિવસના લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મનકી બાત સાથે રાષ્ટ્ર સાથે વાત કરી હતી. દરમિયાન, પીએમ મોદીએ કોરોના વાયરસ વીશે વિગતવાર ચર્ચા કરી હતી જેમાં લોકડાઉનનો સમય કેવી રીતે પસાર કરવો તે લોકોને જણાવ્યું હતું.. સાથેજ પીએમ મોદીએ યોગ અંગે ચર્ચા કરી તેનો વીડિયો મુકવાનું પણ કહ્યું હતું. સાથેજ સોમવારે પીએમ મોદીએ ટ્વીટમાં કેટલાક વીડિયો અપલોડ કર્યા હતા, જેમાં જુદા-જુદા યોગાસન દર્શાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક ટ્વાટમાં લખ્યું છે કે રવિવારે થયેલી મનકી બાત દરમિયાન કોઈએ મારી ફિટનેસ વીશે પ્રશ્ન કર્યો હતો, જેથી મેં યોગ વીડિયો શેર કરવાનું વિચાર્યું, આશા રાખું છું કે તમે પણ યોગ કરશો. પીએમએ વધુમાં લખ્યું કે તેઓ ફીટનેસ એક્સપર્ટ કે મેડિકલ એક્સપર્ટ નથી, પરંતુ યોગ કરવા એ ઘણા વર્ષોજી તેમના જીવનનો એક ભાગ છે, યોગથી તેમને ફાયદો પણ થયો છે. સાથેજ પીએમએ કહ્યું કે હું આશા રાખું છું કે તમે પણ ફીટ રહેવાની ઘણી રીતો અપનાવી રહ્યા છો. તો પીએમએ ટ્વીટ સાથે વીડિયોને ઘણી ભાષામાં અપલોડ કર્યો હતો. જો કે વડાપ્રધાન મોદી દ્વ્રારા કરવામાં અપોલડ કરવામાં આવેલા વીડિયો એનિમેટેડ છે તો આ વીડિયોમાં વડાપ્રધાન મોદીનો 3D અવતાર યોગની જુદી જુદી મદ્રા કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.