///

પોતાની માંગણી પર અડગ ખેડૂતોએ સરકાર સાથેની બેઠકમાં 10 પેજનો ડ્રાફ્ટ રજૂ કર્યો

નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ખેડૂતોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. બેઠકમાં 40 સંગઠનોના ખેડૂત નેતા સામેલ છે.

મળતી માહિતી મુજબ વાતચીતમાં ખેડૂતોનું વલણ આક્રમક છે. કિસાન પોતાની માગ પર અડિગ છે. ખેડૂતોએ સરકારે આપેલા ભોજન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, અને તે પોતાનું ભોજન સાથે લઈને ગયા હતાં. ખેડૂતોનું કહેવું છે કે તે સરકાર પાસે પોતાની માગને મનાવીને રહેશે.

મહત્વનું છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શનનો આજે 8મો દિવસ છે. સિંધુ, ટિકરી અને દિલ્હી-યૂપી સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર છે. વિરોધની લડાઈ હવે એવોર્ડ અને સન્માન વાપસી સુધી પહોંચી ગઈ છે.

ક્યારેક એનડીએના સાથી રહેલા શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધુ છે. પ્રકાશ સિંહ બાદલે લખ્યું છે, ‘હું એટલો ગરીબ છું કે કિસાનો માટે કુરબાન કરવા માટે પાસે વધુ કંઈ નથી, હું જે પણ છું તે કિસાનોને કારણે છે. તેવામાં જો કિસાનોનું અપમાન થઈ રહ્યું છે તો, તો કોઈ સન્માન રાખવાનો ફાયદો નથી.’

બીજી બાજુ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. આ પહેલા તેઓએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ગૃહપ્રધાન સાથે થયેલી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું સમસ્યાનું સમાધાન ન કરી શકું. કિસાન આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. કિસાન આંદોલનની પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. કિસાન આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહપ્રધાન સામે રાખી છે.

Leave a Reply

Your email address will not be published.