////

અમદાવાદમાં 707 કોરોનાગ્રસ્ત મુસાફરો બહારગામથી આવ્યા હતા

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા છેલ્લાં ચાલીસ દિવસ સુધી અમદાવાદમાં આવતી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના કરેલાં ટેસ્ટિંગમાં 707 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં કેટલાંક મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો અમુક મુસાફરોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે એએમસી દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતીય મજૂરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. તો બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય લોકોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા પણ દેખાઇ રહી હતી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ લોકોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી 7મી સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરુપે દરરોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ચાલીસ દિવસ સુધી ચાલેલા આ ટેસ્ટીંગમાં સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં 410 કેસો મળી આવ્યા હતા. જો કે અન્ય ટ્રેનની સરખામણીમાં પણ રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ મુસાફરો પણ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.