////

અમદાવાદમાં માસ્ક વિના ફરતા 256 લોકોને AMCએ ઝડપ્યા

હાલમાં દેશ સહિત રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યારે તેને પગલે રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરમાં જાહેરમાં માસ્ક વગર ફરતા 256 લોકોને પકડીને એએમસી દ્વારા તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકો પોઝિટિવ નિકળ્યા હતા, જેમાંથી 6 લોકોને સારવાર માટે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે અને બાકીના 3 લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. જયારે બાકીના લોકો સામે કાયદેસર 1 હજાર રૂપિયાનો માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજયમાં દિવાળી બાદ કોરાનાના કેસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજના 1400થી વધારે કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો થતા 57 કલાકનો કફર્યુ પણ લગાડવામાં આવ્યો હતો. કોરોનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સતર્ક થઈ ગયું છે. જેથી માસ્ક વિના જાહેરમાં ફરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે આજે એએમસીએ માસ્ક વિના જાહેરમાં લટાર મારવા નિકળેલા 256 લોકોને રોકયા હતા અને તેઓનો સ્થળ પર જ કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાથી 9 લોકો કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બાકીનાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમની પાસેથી 1 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,સોશિયલ ડિસ્ટન્સ જાણવવા અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે સીએમ રુપાણીએ કહ્યું હતું કે, જાહેરમાં માસ્ક વિના ફરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ પર 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.