///

અમદાવાદમાં કોંગ્રેસે લોકોને પડી રહેલી હાલાકી અંગે વડાપ્રધાનને પત્રો લખ્યા

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અખંડ ભારતના શિલ્પીને યાદ કરીને શ્રધ્ધાસુમન અર્પણ કર્તા કોંગ્રેસે વર્તમાન સ્થિતિમાં લોકોને પડી રહેલી હાલાકી મુદ્દે વડાપ્રધાનને પત્રો લખ્યા. રાજ્યના શિક્ષિત બે રોજગાર, વાલીઓ, ગટર અને ગંદા પાણીથી ત્રસ્ત અમદાવાદના નાગરીકો અને ખેડૂતો સહિત અનેક લોકોએ પત્ર લખીને વડાપ્રધાનને રજુઆત કરી.

આ પત્રમાં પાયાના પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક સુવિધાઓ પહેલા સી પ્લેન પછી, આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી સી-પ્લેનમાં બેસવા માટે અસમર્થતા નાગરિકોએ વ્યક્ત કરી. ખેડૂતોને પડી રહેલી હાલાકી મુદ્દે અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિએ ખેડૂત અધિકાર દિવસ મનાવ્યો. સરદાર પટેલની પ્રતિમા ખાતે ધરણા કર્યા. ખેડુતોને પોષણ ક્ષમ ભાવ તથા પાક વિમા સહિતના અનેક મુદ્દે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા.

આ અંગે અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિના અધ્યક્ષ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે, ખેડુતોના અધિકાર માટે આજના દિવસે ધરણા યોજ્યા, પૂરા દિવસની મંજુરી માંગવામાં આવી હતી. વડાપ્રધાનના આગમનના પગલે માત્ર બે કલાકની મંજુરી મળી.

Leave a Reply

Your email address will not be published.