////

અમદાવાદમાં વેક્સિન ખૂટી પડતાં 45થી વધુ ઉંમરનાને વેક્સિન આપવાનું હાલ મોકૂફ રખાયું

રાજ્યમાં કોરોનાના કહેરને કાબૂમાં કરવા માટે વેક્સિનેશન અભિયાનને વેગવંતુ બનાવાયું છે, ત્યારે અમદાવાદના તમામ સરકારી વેક્સિનેશન સેન્ટર આજે બંધ છે. તેમજ વેક્સિન ખૂટી જતા હાલ 45થી વધુ વયના લોકોને વેક્સિન આપવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.

જોકે આ સૂચનાના અભાવને કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે સેન્ટર પહોંચી રહ્યા છે અને નિરાશ થઇને તેમણે પરત જવુ પડી રહ્યું છે. વેક્સિનના ડોઝ ના હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનનો કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોરોના વિરોધી વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાના કારણે મંગળવારે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને જ્યા સુધી વેક્સિનનો જથ્થો નહી આવે ત્યા સુધી આપવામાં નહીં આવે. માત્ર 18થી 44 વર્ષના વયજુથના લોકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ વેક્સિનઆપવામાં આવશે.

AMC દ્વારા સોમવારે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી કે, કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં જે લોકો એક ડોઝ વેક્સિનનો લઇ ચુક્યા છે એમનો વારો ફરી ક્યારે આવશે એ બાબતે AMCના અધિકારીઓ બોલવા તૈયાર નથી.

અમદાવાદ શહેરમાં 16 જાન્યુઆરીથી લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 1 મેથી રાજ્ય સરકાર દ્વારા 18થી 44 વર્ષની વય ધરાવતા લોકોને કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે કોરોના વેક્સિન જથ્થાની ઉપલબ્ધતાને લઇને સવાલો ઉભા થયા હતા. પરંતુ સરકારના નિર્ણય સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાચી સ્થિતિ બતાવવા સમર્થ ના હોવાથી 1 મેથી 18થી 44 વર્ષની વય સુધીના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

AMCને વેક્સિનના જથ્થા અને માંગ વચ્ચે મોટુ અંતર દેખાતા 4 મે મંગળવારથી અમદાવાદ શહેરમાં 76 અર્બન હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલો, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હોલ ખાતેથી 45થી વધુ વયના લોકોને આપવામાં આવતી વેક્સીનનો નવો જથ્થો ના આવે ત્યા સુધી ના આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.