////

બિહારમાં NDA નિતિશકુમારના ચહેરા પર ચૂંટણી જીતી શકશે નહીના દ્રશ્યો સર્જાયા

બિહારમાં આવતીકાલે 71 બેઠકો માટે મતદાન થશે અને આ માટેના છેલ્લા 10 દિવસના ચૂંટણી પ્રચારમાં એનડીએ વર્તમાન મુખ્યમંત્રી નિતીશકુમારના ચહેરા પર ચૂંટણી જીતી શકશે નહી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવાદથી ભાજપની અને જનતાદળ (યુ)ની રેલીઓ અને સભાઓ નિષ્ફળ થઈ ગઈ છે. નીતીશકુમાર અને જે.પી.નડ્ડાની સભાઓમાં ખુરશી ખાલી જોવા મળી હતી તથા અનેક સ્થળો પર નીતીશકુમારને પ્રજા તરફથી કડવો અનુભવ થતા તેઓ ગુસ્સે થયેલા પણ જોવા મળ્યા હતા.

ત્યારે નરેન્દ્ર મોદીની તસ્વીરવાળા પોષ્ટર્સ, હોર્ડીંગ, બેનર રાતોરાત તૈયાર કરાવીને મુકવા માટે દૌડ લગાવવી પડી હતી. નીતીશ સામે શાસન વિરોધી મતોની લહેર આટલી વિશાળ હશે તેની કલ્પના ભાજપના ચૂંટણી વ્યુહબાજોને નડી હતી. ભાજપમાં કોઈ સ્ટાર પ્રચારક ચાલતા નથી. વડાપ્રધાને પણ સતર્ક બનીને રાજયની ચૂંટણીમાં નીતીશની ઉપલબ્ધી કરતા એનડીએની સફળતા ગણાવી હતી અને આ વાત છેક કલમ 370 સુધી લઈ જવાની ફરજ પડી જેને બિહાર સાથે કશું લાગતું વળગતું નથી છતાં તે ચગાવ્યાની કોશીશ થઈ છે.

તો બીજી તરફ તેજસ્વીએ ઈરાદાપૂર્વક પ્રચારમાં લાલુ-શાસનને દૂર રાખ્યા છે તેના બહેન મીસા ભારતી જેઓ સામે ઈડીના કેસ છે તેમને પણ લાઈમલાઈટમાં આવવા દીધા નથી તો પુરો પ્રચાર ખુદ આસપાસ જ કેન્દ્રીત કર્યો છે તથા તે મોદીને નિશાન બનાવવા કરતા નીતીશ ને ટાર્ગેટ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીને પણ આજ વ્યુહ અપનાવવા જણાવાયું છે જયારે ત્રીજા ફેકટર તરીકે ચીરાગ પાસવાને પણ નિતીશને ટાર્ગેટ કરી તેને જેલમાં નાખવા સુધીની વાત કરીને ભાજપને ભડકાવી છે. આવવું પડયું છે.

Leave a Reply

Your email address will not be published.