/

કોરોના વાઇરસને લઇ સરકાર એક્શન મોડમાં જાણો શું કહ્યું નીતિન પટેલે

ચીનના વુહાનમાંથી ફેલાયેલો ચેપી કોરોના વાયરસ વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. જેને લઇને વિશ્વની તમામ સરકારો ચિંતીત છે આજે નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાયરસ અંગે નિવેદન આપ્યુ છે.કોરોના વાયરસના કારણે નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે નિવેદન આપયુ હતું. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશનાં કેટલાક રાજયોમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ પણ ટિવટ કરી સાત્વનાં આપી છે. કેન્દ્વ સરકાર બધા રાજયો સાથે સંપર્કમાં છે.

વધુમાં નીતીન પટેલે જણાવ્યુ કે, રાજયના એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે રાજયમાં સરકાર દ્વારા પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી. આ સાથે અન્ય રાજયોમાંથી આવતા મુસાફરોનું ખાસ ચેકિંગ કરવામાં આવશે. રાજયના સુરત અને અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય તમામ પ્રવાસીઓનું સિક્રનિંગ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં જ સુરત એરપોર્ટથી શાહજહાં આવેલી ફલાઇટના તમામ મુસાફરોનું સ્કિનિંગ કરાયુ હતું. તેમજ અમદાવાદ-બેંગકોંકની ફલાઇટ ૨૯ માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આઇસોલેશન વોર્ડ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published.