//

ગુજરાતમાં નવા 1035 કોરોના કેસ નોંધાયા, 4 દર્દીના થયા મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 1035 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1321 દર્દીઓ રિકવર થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 4 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3751 થયો છે. સૌથી વધુ સુરતમાં 210 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,78,663 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,036 છે. રાજ્યમાં રિકવર થવાનો દર 91.16 ટકા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 210, અમદાવાદમાં 175, વડોદરામાં 114, રાજકોટમાં 109, મહેસાણામાં 48, જામનગર, પાટણમાં 38- 38, બનાસકાંઠા, ગાંધીનગરમાં 35-35 અને નર્મદામાં 21 સહિત કુલ 1035 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 2 જ્યારે સુરત અને ભરુચમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ કુલ 1321 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

હાલમાં રાજ્યમાં કુલ 12,036 દર્દીઓ એક્ટિવ દર્દીઓ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11,967 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,62, 846 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.