////

ગુજરાતમાં નવા 1120 કોરોના કેસ નોંધાયા, 6ના મોત

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. ત્યારે રાજ્યમાં નવા 1120 કોરોના દર્દી નોંધાયા હતા. તો રાજ્યમાં 1038 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોના કારણે 6 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,68,858 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના રિકવર થવાનો દર 91.29 ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં કુલ 4,97,042 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,96,943 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 99 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 12,321 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 12,252 લોકો સ્ટેબલ છે. 1,68,858 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3785 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશનના 1, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 6 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.