////

ગુજરાતમાં નવા 954 દર્દી, 1197 રિકવર થયા, 6 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાનું જોર નબળુ થઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં નવા 954 કોરોના દર્દી નોંધાયા હતા. તો સામે 1197 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તેમજ 6 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,59,448 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના રિકવર થવાનો દર 90.78 ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે. તો વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 12390 લોકો સ્ટેબલ છે. 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3734 લોકોનાં મોત નિપજ્યા છે.
રાજ્યમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશન 2, મહેસાણા 1 અને સુરતના 1 દર્દી સહિત સહિત કુલ 6 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.