////

ગુજરાતમાં નવા 990 કોરોના કેસ નોંધાયા, 7 દર્દીના મોત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના નવા 990 કોરોના દર્દી નોંધાયા હતા. જ્યારે 1055 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તેમજ 7 લોકોના કોરોના વાઈરસને કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,61,525 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. તો દર્દીઓના રિકવર થવાનો દર 90.95 ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં હાલ 12,326 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 67 છે. જ્યારે 12259 લોકો સ્ટેબલ છે. 1,61,525 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3747 લોકોનાં મોત નિપજ્યા છે.

તો રાજ્યમાં કોરોનાથી 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશન 2, દાહોદ 1, ગાંધીનગર 1 અને સુરતના 1 સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.