//

જામનગરમાં 14 માસના બાળકને કોરોના પોઝિટિવ, જ્યંતિ રવિએ આપી જાણકારી

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિની પ્રેસ કોન્ફરમ્સ યોજાઈ હતી જેમાં તેઓ જણાવ્યું કે રવિવારે દિવસ દરમિયાન 6 પોઝટિવ કેસની પુષ્ટિ થઈ છે. કોરોનાના ટેસ્ટની સાથે થેલેસેમિયા પીડિત બાળકોનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો રવિવારે 529 બાળકોને 586 યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં 14 માસના બાળકનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે તો આ બાળક વેન્ટિલેટર પર છે અને તેના પરિવારજનોને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યો છે સાથેજ બાળકના પરિવારજનોના પણ કોરોના રિપોર્ટ કાઢવામાં આવશે. દિવસ દરમિયાન સુરત, મોરબી, ભુજમાંથી 1 રિપોર્ટ અને ભાવનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથેજ કોરોનાના કુલ 21 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં 14 હજાર 920 લોકોને કોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે તો 1100 નંબરની હેલ્પ લાઈન પર કોલ પણ આવી રહ્યા છે

. જ્યંતિ રવિએ જણાવ્યું કે કેબિનેટ સેક્રેટરી સાતે વીડિયો કોન્ફરન્સમાં વાત થઈ હતી જેમાં કેસ વધારાની ચર્ચા કરાઈ હતી. તો તેઓએ વધુમાં જણાવ્યું કે કચ્છના ભુજ ખાતેથી આવેલ પોઝિટિવ રિપોર્ટ લોકલ ટ્રાન્સમિશન ધરાવે છે.. અને વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.. તો પાટણમાંથી પણ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.. સાથેજ તેઓ જણાવ્યું કે હવે કોઈ પણ પોઝિટિવ કેસ આવશે તે તેના પરિવારજનોના પણ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે. તો તેમણે જણાવ્યું કે- રવિવારે કુલ 214 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 20 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 22 પેન્ડીંગ છે સાથેજ 172 કેસ નેગેટિવ આવ્યા છે.. તેઓએ રેપિડ ટેસ્ટ અંગે વધુમાં જણાવ્યું કે હોટ સ્પોટ વિસ્તારોમાં રેપીડ એન્ટી બોડી ટેસ્ટ કરી શકાય છે જેની કીટ દીલ્હીથી મળશે

Leave a Reply

Your email address will not be published.