///

જામનગરમાં 9 વર્ષની બાળકી પર પિતરાઈ ભાઈએ જ આચર્યું દુષ્કર્મ

દેશ તેમજ રાજ્યમાં સ્ત્રી અત્યાચારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કડકમાં કડક કાયદા બનાવ્યા બાદ પણ દેશમાં મહિલા અને બાળકીઓ સુરક્ષિત નથી. ત્યારે સ્ત્રી પોતાના જ ઘરમાં હવે સુરક્ષિત રહી નથી. આવો જ એક કિસ્સો જામનગરમાં જોવા મળ્યો છે. જેમાં એક 9 વર્ષની બાળકી પર પોતાના ભાઈ દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના લાલપુરમાં એક બાળકી પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 9 વર્ષની બાળકી પર કાકાના દીકરા ભાઈ દ્વારા જ બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ લાલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને પરિવારજનોમાં અરેરાટ વ્યાપી જવા પામ્યો છે. કુંટુંબના જ ભાઈએ નાની બહેન સાથે કુકર્મ કરીને સંબંધોને લાંછન લગાડ્યું છે. જેમાં રાફુદળ વિસ્તારની વાડીમાં કાકાનો દીકરો પોતાની 9 વર્ષની નાની બહેન સાથે ગયો હતો, આ સમયે જ સગીર ભાઈએ બહેન સાથે ગંદુ કામ કર્યું. આ ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતા હાહાકાર મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.