/

ઝારખંડમાં પણ હવે CBIને તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે

ઝારખંડ સરકારે પણ CBIને આપેલી સામાન્ય સહમતિ પરત લીધી છે. આથી હવે કેન્દ્રીય તપાસ એજન્સીને ઝારખંડમાં કોઈ પણ કેસની તપાસ કરવા જતાં પહેલા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. ગુરુવારે સાંજે ઝારખંડની હેમંત સોરેન સરકારે આ નિર્ણય અંગે આદેશ જાહેર કર્યો છે.

હાલના સમયમાં દેશના પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને કેરળની રાજ્ય સરકારોએ આ પ્રકારના નિર્ણય લેતા CBIને આપેલી સામાન્ય સહમતિને પરત લઈ લીધી છે. આ તમામ રાજ્યોમાં ભાજપ કે તેના સહયોગી ગઠબંધનની સરકાર નથી. ઝારખંડમાં ઝારખંડ મુક્તિમોર્ચા (JMM)ના અધ્યક્ષ હેમંત સોરેનની આગેવાનીમાં કોંગ્રેસ અને RJD ગઠબંધનની સરકાર છે.

ઝારખંડ CM સોરેનના આ આદેશના અર્થ મુજબ, હવે કોઈ પણ કેસની તપાસ માટે CBIને રાજ્યના મુખ્ય પ્રધાનની મંજૂરી લેવાની રહેશે અથવા CBI હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ તપાસ કરી શકશે.

જણાવી દઈએ કે, CBI DSPE એક્ટ અંતર્ગત આવે છે. આ એક્ટ તેને કોઈ પણ રાજ્યમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની સહમતિ મેળવવી આવશ્યક બનાવે છે.

Leave a Reply

Your email address will not be published.