//

જૂનાગઢમાં ધર્મ, જાતિનો ભેદભાવ રાખ્યા વગર કીટનું વિતરણ કરાયું

લોકડાઉનના પગલે અનેક લોકો અને સ્વૈચ્છિત તથા ધાર્મિક સંસ્થાઓએ જરૂરિયાતમંદ લોકો માટે આગેકૂચ કરી છે ત્યારે જૂનાગઢમાં અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ આપી સેવા સંસ્થા દ્વારા લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાના મહંત, સત્યમ સેવા યુવક મંડલ અને દાતારના સેવકો દ્વારા 200 જેટલી રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો રાશન કીટમાં ઘંઉ, ચોખા, તેલ, દાલ વસ્તુંનુ અનુદાન કરવામાં આવ્યું હતું.

કોઈ ધર્મ, જાતિના ભેદભાવ વગર 300 જેટલા પરિવારને રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. તો વિતરણ પ્રસંગે જિલ્લા કાનૂન સતા મંડલ, મેજીસ્ટ્રેટ મેડમ અને મનપાના આસિસ્ટન્ટ કમિશ્નર વગેરે ઉપસ્થીત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે ગરીબ પરિવારોની હાલત દયનીય બની છે ત્યારે રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવિ લોકો દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.