/

જૂનાગઢમાં પોલીસે તીસરી આંખ ખોલી ડ્રોન થી ટોળા પર નઝર રાખશે

હાલ કોરોના વાયરસનો કહેર છે લોકો વાયરસ થી ભયભીત થયા છે સરકાર દ્રારા વાયરસ થી બચવા અનેક ગાઇડલાઇન જાહેર કરી છે 21 દિવસનું લોકડાઉન અને કલમ 144 લાગુ કરી છે તેમ છતાં કેટલાક લોકો સોસાયટીમાં પોતાની રીતે ટોળે વળી મોજ મસ્તી કરી રહેતા હોવાનું પોલીસના ધ્યાન પર આવતા હવે પોલીસે તીસરી આંખ ખોલી છે અને ડ્રોન કેમેરાથી દરેક સોસાયટી પર નઝર રાખી રહી છે

સોસાયટીમાં ટોળા રૂપે એકઠા થતા લોકો સામે પોલીસે ગુન્હો બનતો હોવાનું પણ જણાવેલ  છે છતાં લોકો જાગૃત થતા નથી તેથી હવે પોલીસ ડ્રોન થી જૂનાગઢની  સોસાયટી પાર નઝર રાખી ટોળા સામે કાર્યવાહી કરવા ની તૈયારી કરી રહી છે લોકડાઉનમાં ઘરની અંદર રહેવાના બદલે કેટલાક લોકો ક્રિકેટ રમી એકબીજા થી નજીક જઈ વાયરસ ચેપના ભોગીના બને તેના માટે પોલીસે હવે કડકાઈ થી કામ કરવાનું નક્કી કરી ડ્રોન કેમેરાની મદદ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.