//

લોકડાઉનમાં બાળકોના ડોકટરે WhatsApp સારવાર શરૂ કરી માનવતા મહેકાવી

જેતપુર હરેશ ભાલીયા

વાયરસના પગલે સમગ્ર દેશમાં લોક ડાઉન છે ગુજરાતમાં પણ પરિસ્થિતિની ગંભીરતાને લઇને લોકડાઉન છે ત્યારે ઇમર્જન્સી સેવાઓને પણ થોડી અસર જોવા મળેલ છે, ત્યારે હવે બાળકોના WhatsApp ઉપર દવાખાનું શરૂ છે, જેતપુરના બાળકોના ડોક્ટર દ્વારા દ્વારા એક ખાસ ઓનલાઇન સેવા શરૂ કરવા માં આવી છે, જેમાં જેતપુરના ડોક્ટર સ્નેહલ સીતાપરા દ્વારા જેતપુરના એક WhatsApp નંબર ચાલુ કરેલ છે, અને તે ખાસ બાળ દર્દી ઓ માટે છે જેમાં બાળકોના માતાપિતા દ્વારા ડોક્ટર સાહેબના WhatsApp નંબર ઉપર બાળકને હાલ શું થઇ રહેલ છે તેન લક્ષણો લખીને મોકલવાના હોય છે અને બાળ દર્દીને જે કઈ સામાન્ય તકલીફ હોય તેના લક્ષણો WhatsApp ઉપર લખીને મોકલવાના જેના આધારે ડોક્ટર સીતાપરા દ્વારા આવા બાળ દર્દીને દવા પ્રિસ્ક્રિપ્શન લખીને ફરીની WhatsApp ઉપર મોકલી દેવામાં આવે છે, સામાન્ય રીતે બાળકો અને વૃધોની રોગ પ્રીતિકારક શક્તિ ઓછી હોય તેવો ઘરમાં જ રહે અને બહાર ના નીકળે તે માટે જેતપુરના આ ડોક્ટર દ્વારા ખાસ WhatsApp સેવા શરુ કરીને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી, સાથે લોકોએ પણ ડોક્ટર સીતાપરાના આ પ્રાયસ આવકાર્ દાયક બન્યો છે અને તેની આ સેવા લેવાનું શરૂ કરેલ હતું, દિવસ દરમિયાન અસંખ્ય બાળ દરદીઓને આનો લાભ મળતો રહે છે અને લોકો પણ વખાણ કરીને ખુશ હતા.

Leave a Reply

Your email address will not be published.