
મધ્યપ્રદેશમાં સિંધીયાનાં તેમજ ૨૨ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી સત્તાવાર રીતે રાજનૈતિક પાર્ટી ભાજપના ભગવા રંગમાં સામેલ થઇ ગયા છે. જેથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં ભંગાળ પડયુ છે. જયોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાં બાદ ૧૦ હજારથી વધુ લોકોએ કોંગ્રેસને રામરામ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. મધ્યપ્રદેશનાં કોંગ્રેસનાં પ્રવર્કતાએ પણ કોંગ્રેસના પ્રવકતા પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રવકતા પંકજ ચર્તુવેદીએ જણાવ્યુ હતુ કે, રાજયમાં કોંગ્રેસનાં અંદાજે ૧૦ હજાર જેટલા પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે. હજુ પણ કેટલાક લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શકયતાઓ છે. તેમજ સિંધિયાજીના કોંગ્રેસ છોડયા બાદ તેમનામાં વિશ્વાસ વ્યકત કરનારા મધ્યપ્રદેશનાં કોંગ્રેસનાં ૧૦ હજાર લોકોએ કોંગ્રેસની પાર્ટી સાથે છેડો ફાડયો હતો. તેની સાથે કોંગ્રેસના ગુના, સાગર, અશોક નગર, ગ્વાલિયર, ઇન્દોર, શિવપુરી અને કેટલાક જિલ્લા અધ્યક્ષો તેમજ મોટા પદાધિકારીઓએ પોતાના રાજીનામાં સોંપી દીધા છે. પરંતુ જો કોંગ્રેસની પાર્ટીએ પંકજ ચર્તુવેદીનાં દાવાઓને પોકાળ દાવાઓ કહ્યા છે. તેમજ જણાવ્યુ હતુ કે, સિંધિયા સર્મથક અન્ય નેતાઓ પર કોંગ્રેસને અલવિંદા કહેવા માટે સતત દબાણ કરી રહ્યા છે.