///

‘મન કી બાત’માં PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી

આજે વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી. જેમાં તેમણે કહ્યું કે, દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં મારા વ્હાલા દેશવાસીઓને નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર છે. આ પાવન અવસરે તમને ખુબ ખુબ શુભકામનાઓ. દશેરાનો આ પર્વ અસત્ય પર સત્યની જીતનો પર્વ છે. પરંતુ સાથે-સાથે તે એક પ્રકારે સંકટો પર ધૈર્યની જીતનો પર્વ પણ છે. આજે તમે બધા ખુબ સંયમ સાથે જીવી રહ્યા છો. સાથે જ મર્યાદામાં રહીને પર્વ, તહેવાર, ઉજવી રહ્યા છો. આથી જે લડાઈ આપણે લડીએ છીએ તેમાં જીત સુનિશ્ચિત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા દુર્ગા પંડાળમાં માતાના દર્શન માટે ખુબ ભીડ ભેગી થતી હતી. એકદમ મેળા જેવો માહોલ રહેતો હતો. પરંતુ આ વર્ષે એવું ન થઈ શક્યું. પહેલા દશેરા પર મોટા મોટા મેળા જામતા હતાં પરંતુ આ વખતે તેનું અલગ જ સ્વરૂપ છે. કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.

આ સાથે જ તેમણે સૈનિકોને યાદ કરતા કહ્યું કે, ‘જેમના પુત્ર પુત્રીઓ આજે સરહદે છે તેમના પરિવારોના ત્યાગને પણ હું નમન કરું છું. દરેક એ વ્યક્તિ કે જે દેશ સાથે જોડાયેલી કોઈને કોઈ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી અને પરિવારથી દૂર છે, હું હ્રદયપૂર્વક તેમનો આભાર પ્રગટ કરું છું.’

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.