///

વન ડેમાં ઝડપી રન કરવા મામલે હાર્દિક પંડ્યાએ મેળવી અનોખી સિદ્ધિ

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 76 બોલમાં 7 ફોર અને 4 સિક્સરની મદદથી 90 રન બનાવ્યા હતાં. તે દરમિયાન પંડ્યાએ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.

હાર્દિક પંડ્યાએ વન-ડે ક્રિકેટમાં 1000 રન પુરા કર્યા છે. આ સાથે તે વન-ડે ક્રિકેટમાં બોલ રમવાના મામલે સૌથી ઝડપી 1000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન કરવાના મામલે પાંચમો ક્રિકેટર બની ગયો છે. પંડ્યાએ 857 બોલમાં 1000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. જેમાં પંડ્યાએ જોશ બટલરને પણ પાછળ રાખ્યો છે. બટલરે 860 બોલમાં વન-ડે ક્રિકેટમાં એક હજાર રન પુરા કર્યા હતાં.

પંડ્યાએ 30થી વધારે એવરેજથી અને 115થી વધારે સ્ટ્રાઇકથી એક હજાર રન બનાવ્યા છે. મહત્વનું છે કે પંડ્યાએ સિડનીમાં શિખર ધવન સાથે મળીને શતકીય ભાગીદારી નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.