////

હિમાચલ પ્રદેશના એક ગામમાં તમામ લોકો થયા કોરોના સંક્રમિત

હિમાચલ પ્રદેશમાં આવેલા લાહૌલ સ્પીતિ સ્થિત થોરાંગ ગામમાં કોરોના વાયરસની કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના આ ગામના તમામ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તેમાંથી એક 52 વર્ષનો વ્યક્તિ બચી ગયો છે. હિમાચલમાં લાહૌલ સ્પીતિ એ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. તો આ ગામમાં સંક્રમણ ફેલાવવાનું કારણ કેટલાક દિવસ પહેલા યોજાયેલો એક ધાર્મિક કાર્યક્રમને માનવામાં આવી રહ્યુ છે.

આ અંગે મળેલી માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશના થોરાંગ ગામમાં મોટી સંખ્યામાં લોકોના સંક્રમિત થયા બાદ આસપાસના ગામમાં પણ કોરોનાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જેના પગલે તંત્રએ રોહતાંગ ટનલના ઉત્તરી ભાગમાં સ્થિત તેલિંગ નુલ્લાહ પર પ્રવાસન સાથે જોડાયેલી અવર જવરને બંધ કરી દેવામાં આવી છે, જેનું કારણે એ છે કે, રોહતાંગ ટનલની આગળ તમામ ગામ હવે કન્ટેનમેન્ટ ઝોનમાં બદલાઇ ગયા છે.

આ ગામમાં તમામ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છતા 52 વર્ષના ભૂષણ ઠાકુરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારે તેમનું કહેવુ છે કે, તે અલગ રૂમમાં રહે છે અને ગત ચાર દિવસથી પોતાનું ભોજન પોતે જ બનાવી રહ્યા છે. ટેસ્ટના પરિણામ આવ્યા પહેલા તે પોતાના પરિવારજનો સાથે જ રહેતા હતા. જોકે, માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટસિંગ જેવા નિયમોનું પાલન કરીને તે સાવચેત રહ્યા હતા. ભૂષણના પરિવારના પાંચ સભ્યોને પણ કોરોના થયો છે અને તેમનું કહેવુ છે કે કોઇ પણ આ સમસ્યાને નબળી ના સમજે.

અત્રે નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 હજાર એક્ટિવ કેસ છે. આ મહામારીને કારણે હિમાચલમાં 491 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો મંડી અને શિમલા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે, અહી 5 હજારથી વધુ કેસ પહોચી ગયા છએ. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી સુરક્ષિત ગણાતા લાહૌલ સ્પીતિમાં શુક્રવારે 49 નવા કેસ સામે આવવાની સાથે જ સંક્રમિતોની સંખ્યા 939 પહોચી ગઇ છે જેમાંથી 5 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.