//

લોકડાઉનના દિવસો વધારવા મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે…

કોરોના વાયરસ મહામારીને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે નજીકના દિવસોમાં લોકડાઉન પૂર્ણ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજની પરિસ્થિતિ અને વકરતી સમસ્યાને ધ્યાને લઇ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવેલ હતું કે હાલમાં લોકડાઉન ચાલે છે જેના આધારે કાર્યવાહી કરવામા આવી રહી છે હવે પછીના દિવસોની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર વિચાર કરીને નિર્ણય કરશે. હાલની પરિસ્થતિ છે તે મુજબ કાંઈ કહેવું મુશ્કેલ જણાવેલ હતું પરંતુ જયેશ રાદડિયાએ જણાવેલ હતું કે સીંગતેલના ભાવ નિયઁત્રણ માં રહે તેના માટે પુરવઠા વિભાગ સતત નઝર રાખી રહ્યું છે ટિમો બનાવી કામ સોંપવામાં આવ્યા છે ઓઇલ મિલરોને મિલ શરૂ કરવાની મંજૂરી આપી છે કોઈપણ કાળા બજાર કરશે તો તેમની સામે સરકાર પગલાં લેશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.