/

પોરબંદરમાં શિક્ષણ વિભાગ ના નિયમનો ઉલાળિયો ટેક્સી પાર્સીંગના બદલે સરકારી અને ખાનગી વાહનો કર્યો ઉપયોગ

તાજેતર માં ગુજરાત ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે જેના માટે શિક્ષણ વિભાગ દ્રારા અનેક નિયમો પાડવા પરિપત્ર જાહેર કર્યા છે પરંતુ પરિપત્રોને પોરબંદર શિક્ષણ વિભાગ ઘોડીને પી ગયું હોઈ તેવું સ્પષ્ટ નઝરે પડે છે શિક્ષણ વિભાગે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકારી વાહનો નો ઉપયોગ નહિ કરવા એક પરિપત્રમાં ખાસ નોંધ કરી તમામ જિલ્લા મથકોમાં મોકલી આપેલ છે છતાં પોરબંદર જિલ્લા શિક્ષણ વિભાગ સરકારના પરિપત્રને જાને ઘોડીને પી ગયા હોઈ તેવું સામે આવી ગયું છે શિક્ષણ વિભાગ ના દ્રારા પેપર સ્કૂલો સુધી પહોંચાડવા સ્કોર્ડ માં જતા અધિકારીઓ ઓ માટે સરકારી નિયમ મુજબ અને પરિપત્ર મુજબ તમામ વાહનો ટેક્સી પાસિંગ ના જ હોવા જોઈ એ એવો પરિપત્ર શિક્ષણ વિભાગે બહાર પડ્યો છે પરંતુ પોરબંદર શિક્ષણ વિભાગ નિયમ પાડવાને બદલે પરિપત્રને છુપાવી સરકારી અને ખાનગી વાહનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું છે શિક્ષણ વિભાગની ઓફિસની બહાર પડેલી એક પણ ગાડી ટેક્સી પાસિંગ વળી નથી અને જે ગાડી ઓ ત્યાં રાખવા માં આવી છે.

તે સરકારી અને ખાનગી ગાડીઓ હોવાનું બહાર આવ્યું છે શિક્ષણ વિભાગે પરીક્ષાની ગોપનીયતા જળવાય રહે તેમાટે અનેક વિધ નિયમો બનાવ્યા છે ખાસ કરીને સ્ટ્રોંગ રમ બંદોબસ્ત વગેરે નિયમો બનાવેલ છે પરંતુ પોરબંદર શિક્ષણ વિભાગ આમાંથી એક પણ નિયમ નિભાવતું હોઈ તેવું સામે નથી આવ્યું.કારણ કે સામાન્ય ટેક્સી  પાસિંગ વાળી જ ગાડીનો ઉપયોગ કરવાનો તેમના રૂટ અને ઝોનલ રૂટની નોંધ કરવાની તેના બદલે આજે સવારથી તમામ ખાનગી અને સરકારી ગાડીઓ જાણે કોઈ કામગીરી માં નાહોઇ અને ઓન ડ્યુટી ના બોર્ડ સ્ટીકર લગાવી ઓફિસના પટાંગણમાં સાચવી રાખેલ છે આ મામલે પણ કેટલાક સવાલો ઉભા થયા છે સરકાર અને શિક્ષણ વિભાગ પરીક્ષા ચોરી નું દુષણ ડામવાના પ્રયાસ કરે છે ત્યારે શિક્ષણ વિભાગ ના અધિકારીઓ ટેક્સી પાસિંગ ના ખોટા બીલો ઉધારી ને મોટા ભ્રસ્ટાચાર કરી સરકારી ટીઝોરી પર લૂંટી રહ્યા છે તેમની તાપસની માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.