/

એવા લગ્ન કે જ્યાં દીકરીને કરિયાવર બદલે અપાયું ગાડું ભરીને પુસ્તકોનું દાન જુઓ ક્યાં થયા આ લગ્ન

આપણે ત્યાં એક કહેવત છે એ એક સારું પુસ્તક સો વ્યક્તિની ગરજ સારે છે. લગ્ન પ્રસંગે સાસરીયે જતી વખતે દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગાર ની વસ્તુઓ માંગતી હોય છે અને માં બાપ દીકરી ની તમામ ઈચ્છાઓની પુરી પણ કરતા હોય છે. પરંતુ રાજકોટમાં એક દીકરીએ પોતાના માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો ની માગણી કરી અને પિતાએ પણ દીકરી ને કરિયાવર માં આપ્યા ગાડું ભરીને પુસ્તકો.

રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન

કરિયાવરમાં દીકરીએ અનોખી માંગ કરી પોતાના વજન જેટલા પુસ્તકો કરિયાવરમાં માતા પિતા પાસે માંગ્યા તો માતા પિતા એ પણ ગાડું ભરીને દીકરીને પુસ્તકો આપ્યા. પહેલાના જમાનામાં જ્યારે દીકરીને સાસરીયે માતા-પિતા વળાવતા હોય ત્યારે કરિયાવર ગાડામાં મોકલવામાં આવતો હતો ત્યારે આજે પણ એ જ પ્રથા રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં પણ જોવા મળી. પુત્રી કિન્નરી બા એ તેમના માતા-પિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો ની માગણી કરી હતી. ત્યારે માતા-પિતાએ ગાડું ભરીને ૨૪૦૦ જેટલા પુસ્તકો દીકરી ને કરિયાવર માં આપ્યા છે. જેનો અંદાજિત વજન ૫૦૦ કિલો છે.

કિન્નરી બા ઘણા સમય થી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકાર ના કર્યો કરી રહ્યા છે. ત્યારે તેમના લગ્ન પ્રસંગ થી પણ સમાજ માં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે. લોકો નું ભલુ થાય તે માટે તેમને તેમના માતા પિતાને કહ્યું હતું કે કરિયાવરમાં તમે મને સોના ચાંદીના દાગીના ઓછા કરો તો ચાલશે પરંતુ મારા વજનના ભારોભાર પુસ્તકો જરૂર આપજો.

જેના કારણે તેમના પિતા છેલ્લા કેટલાય સમયથી જુદા-જુદા પુસ્તકો નો સંગ્રહ કરી રહ્યા હતા. દિલ્હી કાશી બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી ફરીને તેમના પિતા હરદેવસિંહ દીકરી માટે પુસ્તકો એકઠા કર્યા છે. ત્યારે આ 2400 પુસ્તકો પૈકી કિન્નરી બા પોતાના સાસરે કેનેડા મનગમતા પુસ્તકો લઈ જશે જ્યારે કે બાકી ના પુસ્તકો તેઓ જુદી જુદી શાળાઓમાં ભેટ આપશે.

આજે જ્યારે વાંચન વૃત્તિ આપણા સમાજમાંથી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. ત્યારે કિન્નરી બા જેવા લોકો પણ છે કે જે લગ્ન પ્રસંગે કરિયાવર માં સોનાના દાગીના ની જગ્યાએ પોતાના માતા પિતા પાસે વજન ના ભારોભાર પુસ્તક ની માંગણી કરી સમાજને એક નવી રાહ ચીંધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.