/

રાજકોટ મા કારમાં આગનો સિલસિલો હજુ યથાવત

રાજકોટમાં કારમાં આગ લાગવાનો બનાવ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ રાજકોટ ની અંદર સામે આવ્યો છે. બુધવારના રોજ રાજકોટમાં લાખો રૂપિયાની ઓડી કારના બોનેટના ભાગે અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ કારચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા. ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ગુરુવારના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આગજની નો બનાવ સામે આવ્યો હતો. રાજકોટના કે.કે.વી સર્કલ પાસે એક વાઈટ કલર ની કાર ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક કારની અંદર થી ધુમાડા નીકળતા કારચાલક કારની બહાર નીકળી ગયો હતો. ત્યારે ધીમે ધીમે ધુમાડા બાદ આગ વધુ પ્રસરતા કે.કે.વી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ વહેલું ખોલવાની ફરજ પડી હતી. જેથી કરીને ટ્રાફિક સિગ્નલ પર ફસાયેલી તમામ કાર કે.કે.વી સર્કલ ક્રોસ કરી શકી હતી. બીજી તરફ કે.કે.વી સર્કલ પર તૈનાત વોર્ડન તેમજ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓને જવાનોએ આગ લાગેલ કારની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. તો સાથે જ ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ ના જવાનો ઘટનાસ્થળે પહોંચી લિક્વિડ ફોમનો મારો ચલાવ્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી હતી. તો બીજી તરફ આગ જની નો બનાવ સામે આવતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તો થોડીક વાર પૂરતો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી.તો બીજી તરફ 7 માર્ચના રોજ આટકોટ હલેન્ડા પાસે તુલસી હોટલ ની સામે લેન્ડ રોવર કારમાં આગ લાગી હતી. આ કાર બીજા કોઈની નહિ પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની હતી. હલેન્ડા પાસે લેન્ડ રોવર કાર માં અચાનક આગ લાગતા અંદર બેઠેલા તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જો કે આગ લાગવાના કારણે લેન્ડ રોવર કાર બળીને ભસ્મ થઇ ગય હતી. શોટ્સ સરકીટ ના કારણે આગ લાગી હોવા નુ સામે આવ્યું હતું. આગની જાણ થતા આજુબાજુ વાડીવાળા લોકો દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કોશિશ કરી હતી પણ આગ એટલી હતી કે રોડ બંધ કરવો પડયો હતો. રાજકોટ થી ફાયર બ્રિગેડ દોડી આવયુ હતું

Leave a Reply

Your email address will not be published.