//

રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, 26 રિપોર્ટ નેગેટિવ આવ્યા

કોરોનાથી સંક્રમિત કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય પુરષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેની સાથે રાજકોટમાં પોઝિટિવ કેસનો આંક વધીને 11 થયો છે.. રાજકોટના શહેરી વિસ્તારમાં કોરોના કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને રાજકોટનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી નોંધાયો હતો. તો રાજકોટમાં મંગળવારે કુલ 27 સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જે 27 સેમ્પલ પૈકી કુલ 26ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.