રાજનેતાઓનાં હાથમાં સત્તા આવી જવાથી તેઓ સામાન્ય નાગરિકો કે યુવતીને ખોટી હેરાનગતિ કરતા હોય છે. મહિલાને પોતાની જાગીર સમજતા હોય છે. સત્તાના જોરે મહિલા પર એક આવો જ દુષકર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાજપનાં જ નેતાઓએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.રાજકોટમાં કોટડાસાંગાણીયાના રામોદમાં ગેંગરેપની કથિત ઘટના ઘટના પ્રકાશમાં આવી છે. દુષ્કર્મનો ભોગ બનનારી યુવતી સાથે ભાજપના જ અગ્રણીનેતાઓએ બંદુકની અણીએ યુવતીનું અપહરણ કર્યુ હતું. ત્યારબાદ જબરજસ્તી કારમાં બેસાડીને યુવતી સાથે ચાલતી કારમાં જ દુષ્કર્મ આર્ચયું હોવાનો પીડિત યુવતીએ આરોપ કર્યો હતો. દુષ્કર્મનાં કેસમાં પીડિતાએ ૩ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી.

જેમાં રામોદનાં સરપંચ પુત્ર અમિત જંયતીભાઇ પડાળિયા અને તેના બે મિત્રો વિપુલ શેખડા અને શાંતિ પડાળિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી હતી. પોલીસે ૩ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી.હવે જોવાનું એ છે કે, ભાજપની રાજનૈતિક પાર્ટી પોતાનાં જ નેતાઓને છાવરશે કે પછી યુવતી સાથે થયેલી ગેંગરેપની નિર્લજજ ઘટનાનો આરોપી ભાજપના નેતાને સજા અપાવી પીડિતાને ન્યાય અપાવશે? કયાં સુધી સત્તાના જોરે ભાજપના નેતાઓ આવી રીતે દાદાગીરી કરીને મહિલાઓનું શોષણ કરશે?