//

રાજકોટમાં લક્ષ્મીનગર નાલામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થશે હલ

રાજકોટમાં લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત આજરોજ અંડરબ્રિજ બનાવવાની આસપાસની જગ્યાએ જે દબાણો ઊભા થઈ ગયા છે તે દબાણો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન થાય તેના ભાગરૂપે સ્થાનિક પોલીસ તેમજ એસઆરપી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો સાથે જ આરપીએફના જવાનો તેમજ રેલવેના અધિકારીઓનો સ્ટાફ PGVCL નો સ્ટાફ તેમજ મહાનગર પાલિકાનો સ્ટાફ ડિમોલિશનની કામગીરી દરમિયાન હાજર રહ્યો હતો કુલ 111 ઝુંપડાઓ ને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા 111 ચોપડામાં 500થી વધુ લોકો રહે છે. આ ઝૂંપડામાં રહેતા લોકોએ મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટર પાસે વૈકલ્પિક જગ્યાઓની માગણી અર્થે અનેક વાર રજૂઆત કરી છે તેમ છતાં આજ દિવસ સુધી તેમને કોઈપણ જાતની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી જેના કારણે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો

Leave a Reply

Your email address will not be published.