/

રાજકોટમાં વધુ એક કૉરોનાનો પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ ૩૯ કેસ નોંધાયા

ગુજરાતમાં કૉરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજકોટથી વધુ એક કેસ પોઝિટવ આવતા રાજ્યમાં કુલ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કૉરોનાંથી પીડાતા કુલ ૪ દર્દીઓ થયા છે. તો બુધવારે નોધાયેલા ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદના છે જે દુબઇના પ્રવાસથી પરત ફર્યા છે અને બીજો કેસ વડોદરાનો છે.. જ્યારે ૧૫ હજાર ૪૬૮ વિદેશી સહિત ૧ કરોડથી વધુ લોકોનો સર્વે કરાયો છે જેમાંથી ૫૦માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તેમજ હાલ ૨૦ હજારથી વધુ નાગરીકો કોરોનટાઈન હેઠળ છે

Leave a Reply

Your email address will not be published.