///

રાજકોટના રાજકારણમાં નવાજુની, ઇન્દ્રનિલની ઘર વાપસી રાજભા આપમાં

ગુજરાતમાં રાજકોટનું રાજકારણ કાયમ અલગ રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટના રાજકારણમાં જબજસ્ત પલટો આવવાની શક્યતા દેખાઈ રહી છે 2 સ્થાનિક નેતા રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી સક્રિય રાજનીતિમાં આવશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યાં છે. ત્યારે રાજકીય પાર્ટી માં ગતિવિધિ પણ તેજ થઇ છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહા નગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તો આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી પગપેસરો કરવાની ફિરાકમાં છે ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના મહાનગરોમાં રાજકારણના અનુભવી ચહેરાઓની શોધખોળ કરી રહી છે. તો બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ઘર વાપસીના એંધાણ પણ મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની જુઠ ગત અઠવાડિયે જ પાર્ટી ને ઇન્દ્રનીલ ની વાપસી અંગે રજૂઆત કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસનો રાજકોટ બેઠક પર નબળો દેખાવ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસનું એક જૂથ પાર્ટી ને ઇન્દ્રનીલ નિ ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે તો બીજું ઇન્દ્રનીલ ની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ઇન્દ્રનીલ ની વાપસી થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.