/

રાજપીપળામાં ડ્રોન સર્વેલન્સ દ્વારા નોંધાયો પ્રથમ કેસ, પોલીસે તમામની કરી અટકાયત

કોરોના વાયરસ જેવો ચેપી રોગ શહેરોમાં ફેલાય નહીં તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવા છતા શહેરોમાં કેટલાક યુવકોના ટોળા એકત્ર થાય છે, ક્રિકેટ રમવામાં આવે છે લોકો કામ વગર લટાર મારવા પણ નીકળી રહ્યા છે.આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે રાજપીપલામાં ડ્રોન સર્વેલન્સ દ્વ્રારા પ્રથમ કેસ નોંધાયો છે. તો રાજપિપલાના કસબાવાડ વિસ્તારમાં જાહેરનામાનું ભંગ કરનાર 34 ઈસમો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સામાન્ય હલચલ જોવા મળતા પોલીસને શંકા થઈ અને તેઓએ ડ્રોન કેમેરો ઉડાડી સર્વેલન્સ કર્યો હતો જેમાં 35 જેટલા ઈસમો મદરેસામાં સામુહિક નમાજ પઢતા જોવા મળ્યા હતા. પોલીસે નમાજ પૂર્ણ થયા બાદ તરતજ મૌલાના અને 34 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.સાથેજ રાજપીપલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.